Gujarati poem

જોઈ તને જ્યારથી,તું મને ગમવા લાગી

જોઈ તને જ્યારથી,તું મને ગમવા લાગી,
દિલના મહેલમાં તું ત્યારથી વસવા લાગી

ચાલતો રહ્યો હું આમ જ પ્રેમ ના માર્ગ પર,
લાગણીઓ આપમેળે તારા તરફ વળવા લાગી

અજબ રોગ છે આ પ્રેમનો પણ,
તું જ રોગ નું કારણ,તું જ એની દવા લાગી

હશે તને પણ કંઈક લાગણી મારા માટે,
મને જોઈને અમસ્તી થોડી તારી પાંપણો નમવા લાગી?

કેવું ગજબ??આંખને તરસ લાગી તને જોવાની,
ને તારી યાદ માં આંખ જ વરસવા લાગી.